પોપટા, તુવેર કે લીલા વટાણાની વાનગીઓ
તારીખ ૧૮ મી ફેબ્રુઆરીનેને બુધવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. અગાઉથી નક્કી કરેલું હતું કે લીલા ચણા(પોપટા),લીલા વટાણા કે લીલવા(તુવેર)માંથી કોઇ વાનગી બનાવવી.તે મુજબ દરેક બહેન તેમાંથી મીઠાઇ કે ફરસાણ બનાવીને લઇને આવી. દરેકે પોતાની વાનગી બનાવવાની રીત જણાવી અને ત્યાર બાદ બધાએ તેને ચાખી.
આ ઉપરાંત ગ્રુપની એક બહેનની ઘણા વખતની ઇચ્છા હતી કે બધી બહેનોને ભોજન કરાવવું. તે અન્વયે તેમણે બધી બહેનોને તારીખ ૧૯-૨-૨૦૧૫ – ગુરુવારે પાર્ટી આપી. બધી બહેનો બગીચામાં ભેગી થઇ અને સમુહ ભોજન કર્યું.